આનંદ પંડિત અને વૈશલ શાહ ની નવી ગુજરાતી ફિલ્મનું શુટીંગ શરૂ
આનંદ પંડિત અને વૈશલ શાહ ની નવી ગુજરાતી ફિલ્મનું શુટીંગ શરૂ .
ફિલ્મ રક્ષાબંધન પર થશે રીલીઝ
Mumbai: આનંદ પંડિત મોશન પિક્ચર્સ અને જન્નોક ફિલ્મ્સ દ્વારા રજૂ થતી નવી ગુજરાતી ફિલ્મ નું મુહૂર્ત કાર્યક્રમ ૭ માર્ચ, ૨૦૨૬ના રોજ ભવ્ય રીતે યોજાયો. આ પ્રસંગે મનોરંજન જગતના બહુમુખી ગ્લેમરસ કલાકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ ફિલ્મમાં ખ્યાતનામ કલાકાર રોનક કામદાર, મિત્ર ગઢવી, તત્સત મુન્શી, ચેતન દૈયા જોવા મળશે. ફિલ્મનું રિલીઝિંગ રક્ષાબંધનના શુભ અવસર પર નિર્ધારિત છે.
આ ફિલ્મ માનવ અને સ્વાન વચ્ચેના અવિનાશી સંબંધને આધુનિક પરીકથા સ્વરૂપે રજૂ કરે છે.
સ્વાન માત્ર પાળતુ પ્રાણી નથી, પરંતુ રક્ષક, સાથી અને નિસ્વાર્થ પ્રેમનું પ્રતિક છે. ફિલ્મ આ જ બોન્ડને મજેદાર, ભાવનાત્મક અને ક્વર્કી પરીકથા સ્વરૂપે રજૂ કરે છે.
નવી ફિલ્મના મહુરત પ્રસંગે આનંદભાઈ એ જણાવ્યું કે “આ મુહૂર્ત સાથે અમારો પ્રયાસ એક એવી પારિવારિક ફિલ્મ બનાવવાનો છે જે પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ અને પરિવારમાં તેમના મહત્વને સુંદર રીતે રજૂ કરે. એક નિર્માતા તરીકે મને આનંદ છે કે આપણી પ્રાદેશિક સંસ્કૃતિ હવે વૈશ્વિક સ્તરે પોતાની નવી ઓળખ ઊભી કરી રહી છે.”
ફિલ્મના નિર્માતા વૈશલભાઈ વધુમાં જણાવ્યું કે “જન્નોક ફિલ્મ્સ હંમેશા એવી વાર્તાઓ કહેવામાં માને છે જે સીધી યુવા પેઢી તથા પરિવારના સભ્યોના દિલ સાથે જોડાય. આ ફિલ્મમાં અમે એક સાવ અલગ અને અત્યાર સુધી વણખેડાયેલા વિષયને ગુજરાતી પડદા પર લાવવાનો પ્રયાસ કર્યો છે. આ ફિલ્મ માત્ર મનોરંજન નથી, પરંતુ આપણા જીવનમાં જે મૂંગા જીવો સાચો અને નિસ્વાર્થ પ્રેમ લાવે છે, તેની ઉજવણી છે. એક પ્રોડ્યુસર તરીકે મને ગર્વ છે કે અમે નિર્દેશક પાર્થ ત્રિવેદી અને રોનક-મિત્ર જેવા ટેલેન્ટેડ કલાકારો સાથે મળીને કંઈક એવું સર્જન કરી રહ્યા છીએ જે રક્ષાબંધનના તહેવાર પર પરિવારોને સિનેમા સુધી ખેંચી લાવશે”
